wrapper

Breaking News

Has no content to show!

સોના પર નજર કરીએ તો, અમેરિકામાં આજથી ફેડરલ રિઝર્વની મહત્વની બેઠક શરૂ થશે, તે પહેલા સોનાની ચમક ફીકી પડી છે કૉમેક્સ પર સોનીની કિંમત 1310 ડૉલરની નીચે પહોંચી ગઈ છે,

જે પાછલા 3 સપ્તાહના નિચલા સ્તર પર છે. ચાંદીની વાત કરીએ તો, ચાંદીમાં પણ ભારે નરમાશ નોંદાઈ રહી છે, ચાંદીની કિંમત 17.20 ડૉલરની નીચે પહોંચી ગઈ છે, ગઈકાલે સ્થાનિક બજારમાં ચાંદી 40 હજાર રૂપિયાની નીચે પહોંચી ગઈ હતી. મેટલ્સ પર નજર કરીએ તો, તમામ બેઝ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે, ઝીંકમાં લગભગ 1 ટકાની તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

કાચા તેલ પર નજર કરીએ તો, કાચા તેલમાં ઉપરી સ્તરેથી દબાણ દેખાઈ રહ્યું છે. સ્થાનિક બજારમાં ભાવ 3200 રૂપિયાની નીચે પહોંચ્યા છે. અમેરિકામાં ઉત્પાદન વધવાના અનુમાનથી નાયમેક્સ પર 50 ડૉલરની નીચે કાચા તેલમાં કારોબાર થઈ રહ્યો છે, તો ઓગષ્ટમાં સાઉદી અરબનો ક્રૂડ એક્સપોર્ટ ઘટી ગયો છે, જોકે અમેરિકામાં શેલ ક્રૂડનું ઉત્પાદન વધવાના અનુમાન છે, આવામાં ઉપરી સ્તરેથી દબાણ બની રહ્યું છે.

હવે વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, સ્થાનિક બજારમાં ચણામાં ભારે નરમાશ સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે. સોયા તેલમાં તેજી દેખાઈ રહી છે, તો સોયાબીનમાં નરમાશ સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે, સાથે જ ક્રૂડ પામ તેલ અને મેન્થા ઓઈલમાં પણ નરમાશ દેખાઈ રહી છે, મસાલા પેકની વાત કરીએ તો, ધાણા અને જીરામાં તેજી છે તો એલચીમાં નરમાશ નોંધાઈ રહી છે..સાથે જ ગુવાર ગમ અને ગુવારસીડમાં તેજી દેખાઈ રહી છે.

એસએસજે ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝની સલાહ

કોપર એમસીએક્સ (નવેમ્બર વાયદા): વેચો - 426, સ્ટૉપલોસ - 431, લક્ષ્યાંક - 415.

નેચરલ ગેસ એમસીએક્સ (સપ્ટેમ્બર વાયદા): ખરીદી - 199.6, સ્ટૉપલોસ - 195.2, લક્ષ્યાંક - 206.

ગ્રોવેલ્યુ કૉમોડિટીની સલાહ

એરંડા એનસીડીઈએક્સ (ઓક્ટોબર વાયદા): ખરીદો - 4600, સ્ટૉપલોસ - 4550, લક્ષ્યાંક - 4700.

જીરા એનસીડીઈએક્સ (ઓક્ટોબર વાયદા): ખરીદો - 19500, સ્ટૉપલોસ - 19350, લક્ષ્યાંક - 19750.

Last modified on Tuesday, 19 September 2017

Leave a comment

About Us

Wealthbuilder.co.in is design and developed to provide quality trading and investment recommendations & guidance for trading in the Indian Stock Market.

Wealthbuilder.co.in attempts to deliver a value driven service to the investing community by bringing together a powerful mix of expert advice, stock news and analysis.

Contact Information

 

Brand Partners